બ્રેકિંગ@સિદ્ધપુર: કોરોના સાથે અનેક રોગ હોવાથી મોત, તંત્રએ 105 ટીમો ઉતારી

અટલ સમાચાર, સિધ્ધપુર સરસ્વતી તાલુકાના યુવાનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે મોત થયું છે. અનેક બિમારીઓ ધરાવતાં ઈસમને કોરોના થયા બાદ સારવાર દરમ્યાન દમ તોડ્યો છે. આ તરફ સિધ્ધપુર શહેર અને તાલુકામાં આરોગ્યની ફોજ ઉતારી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. શરદી ખાંસી ધરાવતા નાગરિકોની શોધખોળ શરૂ કરી છે. કોરોના વાયરસના પોઝીટીવ કેસ વધી જતાં
 
બ્રેકિંગ@સિદ્ધપુર: કોરોના સાથે અનેક રોગ હોવાથી મોત, તંત્રએ 105 ટીમો ઉતારી

અટલ સમાચાર, સિધ્ધપુર

સરસ્વતી તાલુકાના યુવાનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે મોત થયું છે. અનેક બિમારીઓ ધરાવતાં ઈસમને કોરોના થયા બાદ સારવાર દરમ્યાન દમ તોડ્યો છે. આ તરફ સિધ્ધપુર શહેર અને તાલુકામાં આરોગ્યની ફોજ ઉતારી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. શરદી ખાંસી ધરાવતા નાગરિકોની શોધખોળ શરૂ કરી છે. કોરોના વાયરસના પોઝીટીવ કેસ વધી જતાં પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. જિલ્લા તંત્ર દ્વારા હવે સૌથી મોટી કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભિલવણ ગામના રહીશનુ કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અગાઉથી જ અનેક બિમારીઓથી પિડાતો લુકમાન છેવટે કોરોના સામે હારી ગયા બાદ ચેપનો ફેલાવો ચિંતાજનક બન્યો છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સિધ્ધપુર પંથકમાં 105 ટીમો ઉતારી સઘન અને ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય શરદી કે ખાંસી ધરાવતા તમામની આરોગ્ય ચકાસણી કરી કોરોના વાયરસનો ચેપ શોધવા મથામણ શરૂ કરી છે. આ દરમ્યાન અન્ય ચાર કોરોના દર્દીની સારવાર ચાલું છે.

સૂત્રોએ જણાવ્યું હતું, પાટણ જિલ્લામાં અત્યારે ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિઓની શોધખોળ યુધ્ધના ધોરણે ચાલું કરી છે. કોરોના દર્દીઓની સંખ્યા અને સૌપ્રથમ મોતને પગલે સમગ્ર જિલ્લામાં ફફડાટ વચ્ચે સન્નાટો છવાઈ ગયો છે.