બ્રેકિંગ@સિદ્ધપુર: સબજેલમાંથી ભાગેલા બંને આરોપીને LCBએ ગણતરીના કલાકોમાં પ્રાંતિજથી દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર ( પ્રિયકાન્ત શ્રીમાળી) સિધ્ધપુર આંગડીયા લૂંટ કેસમાં ઝડપાયેલા બે ઇસમો મધરાત્રે સબજેલમાંથી ફરાર થઇ જતાં હડકંપ મચી ગયો હતો. જોકે પાટણની બાહોશ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમી આધારે ગણતરીના કલાકોમાં બંને ઇસમોને દબોચી લીધા છે. વિગતો મુજબ થોડાક સમય પહેલાં આંગડીયા લૂંટ કેસમાં ઝડપેલા બે આરોપીઓને સબજેલ મોકલવામાં આવ્યા
 
બ્રેકિંગ@સિદ્ધપુર: સબજેલમાંથી ભાગેલા બંને આરોપીને LCBએ ગણતરીના કલાકોમાં પ્રાંતિજથી દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર ( પ્રિયકાન્ત શ્રીમાળી)

સિધ્ધપુર આંગડીયા લૂંટ કેસમાં ઝડપાયેલા બે ઇસમો મધરાત્રે સબજેલમાંથી ફરાર થઇ જતાં હડકંપ મચી ગયો હતો. જોકે પાટણની બાહોશ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમી આધારે ગણતરીના કલાકોમાં બંને ઇસમોને દબોચી લીધા છે. વિગતો મુજબ થોડાક સમય પહેલાં આંગડીયા લૂંટ કેસમાં ઝડપેલા બે આરોપીઓને સબજેલ મોકલવામાં આવ્યા હતા. જોકે ગઇકાલે રાત્રીના સમયે ફરજ પરના પોલીસ કર્મી સાથે જેલમાં જ સેટીંગ પાડી તેમનું બાઇક બાઇક લઇ ઇસમો નાસી છુટ્યા હતા. ઘટનાને લઇ SP સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા બાદ જીલ્લાભરમાં ઇસમોને ઝડપી લેવા નાકાબંધી કરવામાં આવી હતી. જે બાદમાં પાટણ LCBની ટીમ સક્રિય બની તાત્કાલિક ચોક્કસ બાતમી મેળવી છેક સાબરકાંઠા જીલ્લામાંથી ઇસમોને ઝડપી પાડ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં થોડા સમય અગાઉ થયેલ આંગડિયા પેઢીની લૂંટમાં પકડાયેલા આરોપીઓ સબજેલમાંથી ભાગી જવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. વિગતો મુજબ આંગડીયા લૂંટ કેસમાં ઝડપાયેલા દેવુસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ચૌહાણ સિદ્ધપુર સબજેલ હતા. ગઇકાલે બુધવારે મધરાત્રે ફરજ બજાવી રહેલા ASI જગદિશભાઇ પુનાભાઇ અને APC જગદિશસિંહ નાનજીભાઇ સાથે સેટીંગ કરી નાસી છૂટ્યા હતા. આ તરફ બંને પોલીસકર્મીઓના મેળાપીપણાથી આ ઇસમો ભાગ્યા હોઇ અશોકકુમાર નામના કર્મચારીએ બંને સામે પોલીસ કર્મચારી સામે ફરીયાદ નોંધાવી હતી. આ તરફ સમગ્ર કેસમાં પાટણ LCBની ટીમે ઝીણવટભરી તપાસ કરી ઇસમોને પ્રાંતિજથી ઝડપી પાડ્યા છે.

બ્રેકિંગ@સિદ્ધપુર: સબજેલમાંથી ભાગેલા બંને આરોપીને LCBએ ગણતરીના કલાકોમાં પ્રાંતિજથી દબોચ્યાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ LCB PI એ.બી.ભટ્ટની ટીમે ચોક્કસ બાતમી આધારે ગણતરીના કલાકોમાં ફરાર થયેલા ઇસમોને દબોચી લીધા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI જે એમ ખાંટ, ASI દશરથજી, અંબાલાલ, AHC વિપુલકુમાર, શૈલેશકુમાર, દિલીપસિંહ, અબ્દુલકૈયુમ, જયેશજી, વિનોદકુમાર, હિતેશકુમાર, APC અકબર ભાઈ, નવાજશરીફ, મોડજીજી, ધવલભાઈ, રાહુલ કુમાર, જિતેન્દ્રકુમાર સહિતની સ્ટાફે ઇસમોને છેક સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર સાંપર ગામથી બપોરે ચારેક વાગ્યે ઝડપી પાડયા હતા. નોંધનીય છે કે, સમગ્ર ઘટના અશોકકુમાર નામના પોલીસકર્મીએ બંને પોલીસકર્મી ASI જગદિશભાઇ પુનાભાઇ અને APC જગદિશસિંહ નાનજીભાઇ અને ફરાર ઇસમો દેવુસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ચૌહાણ વિરૂધ્ધ આઇપીસી કલમ 221, 224, 225A, 120B મુજબ ગુનો નોંધાવતાં સમગ્ર કેસની તપાસ PI આર.કે.અમીને હાથ ધરી હતી. જેમાં LCBની ટીમે ચોક્કસ બાતમી મેળવી ઇસમોને છેક પ્રાંતિજથી દબોચી લીધા હતા.