બ્રેકિંગ@સોમનાથ: વાવાઝોડાને લઈ ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ્દ

અટલ સમાચાર, ડેસ્ક ‘મહા’ વાવાઝોડાની આગાહીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સોમનાથમાં થતો કાર્તિકી પૂર્ણિમાનો લોક મેળો રદ્દ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વર્ષ 1955થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી જતા હોય છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે.ડી. પરમારે જણાવ્યું છે કે,
 
બ્રેકિંગ@સોમનાથ: વાવાઝોડાને લઈ ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ્દ

અટલ સમાચાર, ડેસ્ક

‘મહા’ વાવાઝોડાની આગાહીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સોમનાથમાં થતો કાર્તિકી પૂર્ણિમાનો લોક મેળો રદ્દ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વર્ષ 1955થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી જતા હોય છે.

આ અંગે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે.ડી. પરમારે જણાવ્યું છે કે, 1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.’

બ્રેકિંગ@સોમનાથ: વાવાઝોડાને લઈ ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ્દ
file photo

ઈતિહાસ ગાથા એ પણ કહે છે ”સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત 1225માં સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમાએ કરેલી. આ પહેલાં ભીમદેવ પહેલાએ સવંત 1086માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમે ગ્રામદાન કરેલું.