આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ(દશરથ ઠાકોર)

કોરોના ના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતાં ઝરમર વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાતાવરણમાં વહેલી સવારથી પલ્ટો આવ્યો છે. વાવ, સુઇગામ અને ભાભર જેવા વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલુ હોવાનું સામે આવ્યું છે. વરસાદ ચાલુ થતાંજ ખેડૂતો ના જીવ તાળવે બંધાયા છે. કોરાના વાયરના કારણે એક બાજુ લોકો ભયભીત છે તો બીજી ઓ્ટોબરે બાજુ કુદરતી આફત સામે પણ લોકો લાચાર બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code