આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ

કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે બનાસકાંઠા જીલ્લામાં આવેલા વરસાદે તારાજી સર્જી હતી. તો આજે પણ સરહદી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. નોંધનિય છે કે, ગઇકાલે આવેલા વરસાદમાં પાંચ જેટલા પશુઓના મોત નિપજ્યા હતા. તો આ તરફ ખેડૂતોના તબેલા અને ઘર ઉપરથી પતરાંઓ પણ ઉડી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

File Photo

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ, વાવ અને થરાદ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. ગઇકાલે સાંજના સમયે વરસાદ આવ્યા બાદ આજે સાંજે પણ વાદળછાયુ વાતાવરણ સર્જાતા વરસાદ આવવાની સંભાવના દેખાઇ રહી છે. પંથકના માવસરી, આકોલી અને જોડિયાળી જેવા અનેક ગામોમાં ભારે પવન ફુંકાયો હતો. જોકે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code