આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા વારંવારના છમકલાં અને પુલાવામાં જવાનોની બસ પર હુમલા બાદ તંગ આવી ભારતીય એરફોર્સના લડાકુ વિમાનો દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકી અડ્ડાઓનો વિનાશ કર્યો હતો. આ હુમલામાં એક વિમાન પણ તોડી પડાયા બાદ દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સેના પણ સતર્ક બની ગઈ છે.

બનાસકાંઠાની આંતરાષ્ટ્રીય વાવ અને સુઇગામ તાલુકાના સરહદી વિસ્તારમાં સીમાદર્શન પણ સલામતીના ભાગ રૂપે બંધ કરાયું છે. કોઈ પણ સમયે કાંઈ પણ સ્થિતિ સર્જાઈ શકે તે માટે ભારતીય સીમા સુરક્ષા બળ પોઇન્ટ ટુ પોઝિશન ની સ્થિતિ લઈ સરહદ પર નજર જમાવી દીધી છે. પરંતુ હજુ સરહદ પાર કોઈ સંદિગ્ધ હિલચાલ જોવા મળી નથી. આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇએલર્ટની સ્થિતિ હોઈ સિવિલિયનને કોઈને પર જવા માટે પાબંધી ફરમાવી દીધી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુઇગામ પોલીસ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સૂચનાથી સલામતીના ભાગ રૂપે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સુઇગામ હાઇવે પર આવ-જા કરતાં તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code