આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે સુઇગામ પંથકમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ કોરોના વાયરસનો કહેર, એક તરફ જોરદાર ગરમી વચ્ચે વરસાદ આવ્યો છે. બપોર બાદ પંથકના વાતાવરણમાં ભારે ઉથલપાથલ સર્જાઇ હતી. જેમાં સુઇગામ, વાવ અને થરાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવ્યુ હતુ. અચાનક કમોસમી વરસાદથી ખેડૂતોના મહામહેનતને તૈયાર થયેલા કૃષિપાકને મોટુ નુકશાન થઇ શકે છે. આ તરફ વૈજ્ઞાનિકોના મતે ગરમીમાં કોરોના વાયરસ નાશ પામતો હોઇ પરંતુ હવે વરસાદ આવતા વાયરસને અનુકુળ વાતાવરણ મળતાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ-વાવ અને થરાદ પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ આવ્યો છે. કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે સરહદી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. આ સાથે પંથકના ગોલપનેસડા અને પાડણ ગામમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. અચાનક ભરઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોને બાજરી, જાર, એરંડા અને તંબાકુ જેવા કૃષિપાકને ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાને કોરોના વાયરસને લઇ રેડ ઝોનમાં મુકવામાં આવેલો છે. આ તરફ આજે બપોર બાદ આવેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છિનવાઇ જાય તો નવાઇ નહિ. બપોર બાદ જોરદાર પવન સાથે આંધીના દ્રશ્યો સર્જાયા હતા. પંથકના સુઇગામ, વાવ અને થરાદમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતો ને કૃષિપાકમાં ભારે નુકશાન થઇ શકે છે. વૈજ્ઞાનિકોના મતે ગરમીમાં કોરોના વાયરસ નાશ પામતો હોઇ પરંતુ હવે વરસાદ આવતા વાયરસને અનુકુળ વાતાવરણ મળતાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code