બ્રેકિંગ@સુઇગામ: સોનેથ પાસે કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળતા ચકચાર
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લામાં કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાના બનાવોમાં ગત દિવસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સુઇગામના સોનેથ ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બંને યુવક-યુવતીના હાથ બાંધેલા હોવાથી આત્મહત્યા કે હત્યા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સોમવારે વહેલી સવારે સુઇગામના
Jul 1, 2019, 11:36 IST

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠા જીલ્લામાં કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાના બનાવોમાં ગત દિવસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સુઇગામના સોનેથ ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બંને યુવક-યુવતીના હાથ બાંધેલા હોવાથી આત્મહત્યા કે હત્યા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સોમવારે વહેલી સવારે સુઇગામના સોનેથ પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ પાસેથી રાહદારીઓને બે મોબાઇલ અને યુવક-યુવતિના બુટ-ચપ્પલ જોવા મળતા તેમને સ્થાનિક તરવૈયાની મદદથી તપાસ કરતા કેનાલમાંથી બે અજાણ્યા યુવક-યુવતિની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે-ટોળે ઉમટી પડયા હતા.