આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ-વાવ હાઇવે પર ટ્રેલર પલટી જતા બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેથી સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ દરમ્યાન હાઇવે પર ઘડીભર ટ્રાફીક જામ થયો હતો. વાહનચાલકોએ આક્ષેપ કર્યો છે કે, નેશનલ હાઇવેની કામગીરી મંદગતિએ ચાલતી હોવાથી હાઇવેની સાઇડમાં નહેર ખોદેલી હોઇ ગંભીર અકસ્માતો સર્જાય છે.

વાવ-સુઇગામ હાઇવે પર શુક્રવારે બપોરના સમયે રાજસ્થાનથી આવતા ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આથી હાઇવેની બાજુમાં નહેરનું કામ ચાલતુ હોવાથી ટ્રેલર ઉતરી ગયુ હતુ. જેમાં અકસ્માત સર્જાતા ચાલક અને કંડકટરને ઇજાઓ પહોંચી હતી. આથી બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાહનચાલકોએ સમગ્ર મામલે એનએચએઆઇ સામે ગંભીર આક્ષેપો કરી હાઇવેની બાજુમાં ઉંડી ખાઇ સમાન નહેરનું કામ મંથર ગતિએ ચલાવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code