બ્રેકિંગ@સુઇગામ: હવામાન વિભાગનું ઉપકરણ પડ્યું, સ્થાનિકોમાં ખળભળાટ
અટલ સમાચાર,સૂઇગામ (દશરથ ઠાકોર) થરાદના ચાંગડા ગામે અવકાશમાંથી અચાનક એક ઉપકરણ ખેતરમાં પડતા કુતૂહલ સર્જાયું છે. ઉપકરણ ઉપર હવામાન વિભાગ અને ભારત સરકાર લખ્યું હોવાનું સામે આવ્યું છે. જેનાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે. વરસાદે વિરામ લીધા બાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચંગડા ગામે અજીબ ઘટના બની છે. અવકાશમાંથી ઉપકરણ જેવી વસ્તુ ખેતરમાં પડી હતી.
Aug 18, 2019, 16:35 IST

અટલ સમાચાર,સૂઇગામ (દશરથ ઠાકોર)
થરાદના ચાંગડા ગામે અવકાશમાંથી અચાનક એક ઉપકરણ ખેતરમાં પડતા કુતૂહલ સર્જાયું છે. ઉપકરણ ઉપર હવામાન વિભાગ અને ભારત સરકાર લખ્યું હોવાનું સામે આવ્યું છે. જેનાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
વરસાદે વિરામ લીધા બાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચંગડા ગામે અજીબ ઘટના બની છે. અવકાશમાંથી ઉપકરણ જેવી વસ્તુ ખેતરમાં પડી હતી. જેની જાણ થતાં નજીકના ખેડૂતો એકઠાં થઇ ગયા હતા. જો
બાદમાં ખબર પડી કે ઉપકરણને હવામાન વિભાગ દ્વારા અવકાશી વાતાવરણનું નિરિક્ષણ કરવા મોકલવામાં આવ્યું હશે. જોકે ટેકનિકલ ખામીને કારણે જમીનદોસ્ત થતાં લોકોમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો.