આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર )

થરા શહેરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલકે દારૂ પીધેલી હાલતમાં હોટેલ પાસેના લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં અનેક લોકોને ટક્કર મારતાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ગંભીરતાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

થરા-રાધનપુર હાઇવે પરની દર્શન હોટલ નજીક દારૂડિયા કારચાલકે 10 વ્યક્તિને ટક્કર મારી અડફેટે લીધા હતા. જેમાં પકોડીવાળા એક વ્યક્તિની પત્ની અને બાળકીનું ઘટનાસ્થળેજ કરૂણ મોત થયું છે. ખતરનાક અકસ્માતમાં બે મોતને ભેટ્યા તો 6 ઈજાગ્રસ્ત થયા હોઇ પહેલા થરા રેફરલ હોસ્પિટલ દાખલ કર્યા હતા. જોકે વધુ સારવારની જરૂર હોવાથી પાટણ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલકે દારૂના નશામાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેમાં હોટલ નજીક રસ્તા પરના લોકોને કચડી નાખવા સમાન અડફેટે લીધા હતા. આ દરમ્યાન સ્થાનિક લોકોએ કારચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત ગંભીર હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો ગભરાટમાં આવી ગયા છે. પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code