આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર, મહેસાણા
ઊંઝા તાલુકાની પ્રાથમિક શાળામાંથી રાતોરાત વિદ્યાર્થીઓના એલ.સી. કઢાવી લીધાનો મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ દ્વારા યુદ્ધના ધોરણે વિદ્યાર્થીઓના એડમિશન રદ્દની તપાસ શરૂ કરવામાં આવી છે. આજે બુધવારે સવારથી જ તાલુકા પ્રાથમિક શિક્ષણની ટીમ શાળાએ પહોંચી મહામંત્રીના ક્લાસમાંથી દાખલા કેમ અને કેવા કારણોસર કઢાવી લેવાયા તેની તપાસમાં લાગી છે.

મહેસાણા જિલ્લાની ઊંઝા તાલુકાની અમુઢ પ્રાથમિક શાળામાં ઓગસ્ટના અંતે અચાનક કેટલાક વિદ્યાર્થીઓના દાખલા કઢાવી લેવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણસંઘના મહામંત્રી શાળામાં શિક્ષક હોઈ તેમના ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જતા મામલો ગરમાયો છે. વિદ્યાર્થીઓના દાખલા કઢાવી ચોક્કસ રાજનીતિના ભાગરૂપે ચાલ રમાઈ હોવાની આશંકા સહિતનો રિપોર્ટ અટલ સમાચાર ન્યૂઝ પોર્ટલમાં પ્રસિદ્ધ થયો હતો.

mehsana jilla panchayat

શાળામાં રાતોરાત વિદ્યાર્થીઓના દાખલા કઢાવી લીધાની બાબત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સુધી પહોંચતા કોઈની દોરવણીથી ઘટના બની હોવાનું ચર્ચાયું હતું. આથી મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક અસરથી એલ.સી. કઢાવી લીધેલા વિદ્યાર્થીઓની બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ઊંઝા ટીપીઓને અમુઢ શાળાએ મોકલી રાતોરાત વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવાના મામલે હકીકત જણાવવા આદેશ થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code