બ્રેકિંગ@ઊંઝા: કોરોના ભયજનક, સૌથી મોટું બજાર સતત 12 દિવસ બંધ

અટલ સમાચાર, મહેસાણા રાજ્યભરમાં કોરોના વાયરસને લઈ સાવચેતી માટે આદેશો અને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન દેશના સૌથી મોટા ગંજબજારને પણ બંધ કરવામાં આવ્યો છે. ઊંઝા માર્કેટયાર્ડ સતત 12 દિવસ બંધ રહેશે ત્યારે ખરીદ વેચાણ ઠપ્પ થશે. આવી સ્થિતિમાં ખેડૂતોને 2જી એપ્રિલ સુધી ગંજબજાર નહિ આવવા જણાવી દીધું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બ્રેકિંગ@ઊંઝા: કોરોના ભયજનક, સૌથી મોટું બજાર સતત 12 દિવસ બંધ

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યભરમાં કોરોના વાયરસને લઈ સાવચેતી માટે આદેશો અને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન દેશના સૌથી મોટા ગંજબજારને પણ બંધ કરવામાં આવ્યો છે. ઊંઝા માર્કેટયાર્ડ સતત 12 દિવસ બંધ રહેશે ત્યારે ખરીદ વેચાણ ઠપ્પ થશે. આવી સ્થિતિમાં ખેડૂતોને 2જી એપ્રિલ સુધી ગંજબજાર નહિ આવવા જણાવી દીધું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટયાર્ડ આગામી સોમવારથી બંધ થશે‌. કોરોના વાયરસને લઈ કાળજી જરૂરી હોઇ દેશનું સૌથી મોટું બજાર 23/3/2020થી 2/4/2020 સુધી એટલે કે સતત 12 દિવસ બંધ રહેશે. આથી વેપારીઓ, ખેડૂતો અને સંબંધિતોને આગામી 3 એપ્રિલે જ ગંજબજાર આવવા કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસને લઈ બજારમાં સન્નાટો મચી જવાની નોબત આવતાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઊંઝા ગંજબજાર સાથે સાથે ઉત્તર ગુજરાતના લગભગ મોટાભાગના યાર્ડ પણ મંથનમાં લાગ્યા છે. આથી આગામી એક અઠવાડિયાથી સરેરાશ 10 દિવસ ગંજબજારમાં ખરીદ વેચાણ ઠપ્પ રહે તેવી પ્રબળ સંભાવના બની ગઇ છે. રવિ સિઝનનો કૃષિ પાક હાલ પૂરતો વેચાણ થતો અટકી જતાં ખેડૂતો ચોંકી ગયા છે.