આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના રૂપાલ નજીક રીક્ષા વચ્ચે વાંદરો આવી જતાં રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષા સામેથી આવી રહેલ જીપ સાથે ધડાકા સાથે ટકરાઇ હતી.જેમાં રીક્ષામાં બેઠેલા ૬ વ્યકિતઓ ઘાયલ થવા પામ્યા હતા અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી. વડગામ તાલુકાના રૂપાલ થી પિલુચા તરફ જવાના રોડ પર રીક્ષા પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક એક વાંદરો રીક્ષા વચ્ચે આવી ગયો હતો જેના કારણે રીક્ષાનો ચાલક ધડફાઇ જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રીક્ષા સામેથી આવતી જીપ સાથે ટકરાઈ હતી, જેના કારણે રીક્ષાને ભારે નુક્શાન થવા પામ્યું હતું.

સદનસીબે રીક્ષા માં બેઠેલા ૬ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. ત્યારે રસ્તામાં આવતા વાહન ચાલકોએ ઊભા રહી તાત્કાલિક રીક્ષામાં બેઠેલા ઘાયલ લોકોને કોઈ પ્રાઇવેટ વાહનમાં બેસાડી વડગામ સી.એસ.સી ખાતે લઇ જઇને સારવાર અપાવી હતી. જ્યાં ફરજ પરના તબીબ ડો.અનિલભાઈ ડાભી અને સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી. નાની મોટી ઇજાથી પાંચ જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

ઇજાગ્રસ્તોના નામ

કટારીયા જીગ્નેશકુમાર ચમનલાલ – અશોકગઢ
મકવાણા મેહુલભાઈ હિતેષભાઇ – પીલુચા
પરમાર કરશનભાઈ મનજીભાઈ – કાલેડાં
સેનમાં મોન્ટુભાઈ સોમાં ભાઇ – કાલેડા
પરમાર દીપકકુમાર કાનજીભાઈ અશોક ગઢ
પરમાર વિનોદ ભાઈ બળવંત ભાઇ – જૂની સેંઘણી

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code