આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ પ્રથમ દ્રષ્ટિએ પુરાવા માન્ય થયા છે. મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કર્યાની આઇ એક્ટ મુજબ ફરિયાદ આધારે હવે મોટી કાર્યવાહી થઈ શકે છે. ટૂંક સમયમાં ટીડીઓ અમૃત પરમારની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરવા સુધીની તૈયારી થઈ છે. આવી સ્થિતિમાં જિલ્લા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતમાં ગત દિવસથી ચોંકાવનારી સ્થિતિ બની છે. ટીડીઓ અમૃત પરમારે એકથી વધુ મહિલા તલાટીઓને બિભત્સ મેસેજ કર્યાની ઘટના સામે આવી હતી. જેની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશને દાખલ થયા બાદ તપાસમાં પુરાવા માન્ય થયા છે. મહિલા તલાટીઓએ મેસેજના સ્ક્રીન શોટ સહિતની વિગતો આપ્યા બાદ તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ સાબિત થયું છે. આથી આરોપી ટીડીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા મથામણ શરૂ થઈ છે.

સમગ્ર મામલે વડગામ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, હવે ટીડીઓની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના પછી ચાર્જશીટ સહિતની બાબતે આગળ વધી આઇ એક્ટ મુજબની ફરીયાદ આધારે કાર્યવાહી થશે. ક્લાસ 2ના અધિકારીએ પોતાના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતી મહિલા તલાટીઓને વોટ્સએપ દ્વારા કરેલા મેસેજ પણ ચોંકાવનારા છે.

 ટીડીઓ મેસેજ કરી ડીલીટ કરી દેતો

મહિલા તલાટીને પોતાનો શંકાસ્પદ ઈરાદો કહેવા ટીડીઓ તલપાપડ બન્યો હતો. જેમાં વારંવાર વોટ્સએપ મેસેજ કરી તુરંત ડીલીટ પણ કરી દેતો હતો. એક સાથે 15થી 20 મેસેજ કરી યુવા મહિલા તલાટીની નજીક જવા પ્રયાસ કરતો હતો. જેમાં એક મેસેજમાં તો “તું મને ગમે છે” એવું પણ લખ્યું હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code