બ્રેકિંગ@વડગામ: લંપટ ટીડીઓ રજા પર, ધરપકડ માટે મહિલા તલાટીઓ જંગે

અટલ સમાચાર, બનાસકાંઠા વડગામ તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર વિરુદ્ધ તલાટીઓની ચોંકાવનારી ફરીયાદ બાદ હડકંપ મચી ગયો છે. લંપટ ટીડીઓ રજા ઉપર ઉતરી જતાં મહિલા તલાટીઓ રણચંડી બની છે. ધરપકડ કરાવવા મંડળનો સહયોગ લઇ મોટી ચિમકી આપી છે. આ તરફ ડીડીઓએ પણ મહિલા અધિકારી દ્વારા તપાસ કરાવવા મથામણ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
બ્રેકિંગ@વડગામ: લંપટ ટીડીઓ રજા પર, ધરપકડ માટે મહિલા તલાટીઓ જંગે

અટલ સમાચાર, બનાસકાંઠા

વડગામ તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર વિરુદ્ધ તલાટીઓની ચોંકાવનારી ફરીયાદ બાદ હડકંપ મચી ગયો છે. લંપટ ટીડીઓ રજા ઉપર ઉતરી જતાં મહિલા તલાટીઓ રણચંડી બની છે. ધરપકડ કરાવવા મંડળનો સહયોગ લઇ મોટી ચિમકી આપી છે. આ તરફ ડીડીઓએ પણ મહિલા અધિકારી દ્વારા તપાસ કરાવવા મથામણ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મહિલા તલાટીઓ અને ટીડીઓ વચ્ચેનો ટકરાવ કાયદાકીય રીતે આગળ વધી રહ્યો છે. બે મહિલા તલાટીને મેસેજ અને ફોન કરી અભદ્ર વાત કર્યાની વિગતો ડીડીઓને આપી હતી. જેમાં ટીડીઓ અમરત પરમાર ખોટી ધમકી આપી બદઇરાદા પૂર્વક વર્તન કરતો હોવાની પોલીસ ફરિયાદ પણ કરી છે. આથી ટીડીઓ પરમાર એકસાથે 10 દિવસની રજા ઉપર ઉતરી ગયા છે. જેની સામે મહિલા તલાટીઓએ ધરપકડ કરાવવા યુદ્ધના ધોરણે મથામણ શરૂ કરી છે.

જિલ્લા તલાટી મંડળના મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતે તપાસ કમિટી બનાવી અને સાથે વિકાસ કમિશ્નરને રિપોર્ટ પણ આપ્યો છે. જોકે પોલીસ તપાસ બાબતે હજુ સુધી કોઇ ઠોસ કાર્યવાહી નથી. આથી જો આગામી અઠવાડિયામાં ન્યાય નહિ મળે તો સમગ્ર રાજ્યના તલાટીઓ સામૂહિક હડતાળ પર ઉતરી જઇશું. માનસિક પરેશાની અને શંકાસ્પદ ઈરાદાઓ ધરાવતી હરકત કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય.

ડ્રાઈવર ઘણું જાણે છે, પૂછી શકો

એક વાત એવી પણ સામે આવી છે કે, ટીડીઓ પરમાર થોડા રંગીન મિજાજી પણ છે. આ અંગે એક તલાટીએ કહ્યું હતું કે, ટીડીઓના ડ્રાઈવર વહીવટી સિવાયની ઘણી વાતો જાણે છે. ઘેર, ઓફિસ અને ફિલ્ડ સિવાય ટીડીઓ ક્યાં ક્યાં ગયા હતા તે જાણતાં ડ્રાઈવરની પૂછપરછ થાય તો ઘટસ્ફોટ થઇ શકે છે.