આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મનોજ ઠાકોર (સતલાસણા)

મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના એકસાથે બે કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી આવેલા બે વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન હતા પરંતુ લક્ષણો દેખાતાં સેમ્પલ લીધા હતા. જેમાં બંને પુરુષોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોઇ તાત્કાલિક વડનગર મેડિકલ કોલેજ આઇસોલેટ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના સતલાસણા પંથકમાં કોરોના વાયરસ ઘૂસી ગયો છે. ગત 8 માર્ચે મેડિકલ વાનમાં એક મૃતદેહ મુંબઈથી સતલાસણા લેવાયો હતો. જેમાં મૃતકના સગાં બે વ્યક્તિ સાથે હતા. એક વ્યક્તિ મૂળ ધરોઈ ગામના તો બીજા વ્યક્તિ સતલાસણાના હોવાનું સામે આવ્યું છે. મુંબઈથી આવેલા હોઈ આરોગ્ય દ્વારા બંને વયસ્ક પુરુષોને 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. જોકે આજે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોઇ તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને વ્યક્તિઓ મુંબઈ રહેતા પરંતુ બેસણું હોઇ ગામડે આવ્યા હતા. આ દરમ્યાન કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં બંનેને કોરોના થઈ ગયો હોવાનું સામે આવતાં તાત્કાલિક વડનગર સ્થિત મેડિકલ કોલેજ કમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તરફ બંનેના ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય દ્વારા બંનેના પરિવારને પણ હોમ ક્વોરોન્ટાઈન કરવા સહિતની દોડધામ શરૂ થઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code