આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વાવ

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાવ ધારાસભ્ય સહિત પાંચ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગત દિવસોએ પોઝિટીવ આવેલ ફિમેલ હેલ્થ વર્કરના સંપર્કમાં આવેલ તમામ લોકોને સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પલ અમદાવાદ મોકલાયા હોવાથી આવતીકાલે તેનો રીપોર્ટ આવી શકે છે. નોંધનિય છે કે, કોરોનાગ્રસ્ત આરોગ્યકર્મીના સંપર્કમાં આવેલ વાવ ધારાસભ્યનું પણ સેમ્પલ લેવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત પાંચ લોકોના સેમ્પલ લઇ કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. ડીસાની કોવિડ હોસ્પિટલમાં તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગત દિવસોએ માવસરીના ફિમેલ હેલ્થ વર્કર લીલાબેનનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. જોકે તેમની એકદમ નજીકમાં ગેનીબેન ઠાકોર ઉભા હોવાથી તેમનું સેમ્પલ લેવામાં આવ્યુ છે. આ સાથે અન્ય પાંચ લોકોના પણ સેમ્પલ અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવતીકાલ સુધી આવી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code