આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વાવ

આવશ્યક ચીજવસ્તુ માટે ગામની અંદર માત્ર સવારે 8:00 થી 11:00 સુધી મુક્તિઃ જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

કોરોના વાયરસે બનાસકાંઠા જીલ્લામાં પગપેસારો કરતા ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી માવસરી ગામને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે તેની ૮ કી.મી. ત્રિજયાના વિસ્તાર બફર ઝોન જાહેર કરી સીલ કરવામાં આવ્યા છે. આ બફર ઝોન વિસ્તારમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના માવસરી ગામે બે કેસ પોઝિટીવ આવતા પંથકમાં હડકંપ મચી ગયો છે. વાયરસના ઝડપી સંકમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. માવસરીના 8 કી.મી. ત્રિજયાના બફર ઝોન વિસ્તારમાં આકોલી, કુંડાળીયા, બરડવી, જોરડીયાલી, તખતપુરા, રાધાનેસડા ગામોની હદને સીલ કરવામાં આવ્યા છે. આ સાથે માવસરી, તા.વાવ, જિ. બનાસકાંઠાના ગ્રામ પંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘેર પુરી પાડવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8:00 કલાકે થી 11:00 કલાક સુધી મુક્તિ આપવામાં આવી છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળામાં દરમ્યાન દ્વિચક્રીય વાહન પર એક વ્યકિત થી વધુ અને ત્રણ ચાર ચક્રિય વાહનમાં બે વ્યકિત થી વધુ પ્રવાસ કરી શકશે નહી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code