આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરે મહિલા કર્મચારીના ઘેર જઇ છેડતી કર્યાની ઘટના સામે આવી છે. ડોક્ટર અને નર્સ એક જ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હોઇ આરોગ્ય કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર જયદિપ રાજપૂત દારૂ પીધેલી હાલતમાં નર્સના ઘેર જઇ કપડા ખેંચી બળજબરી કરી હોવાની ફરીયાદ દાખલ થઇ છે. વાળ ખેંચી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું મહિલા કર્મચારીએ લખાવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ટડાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર જયદીપ રાજપૂત છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવે છે. નજીક પેટા આરોગ્ય કેન્દ્રમાં મૂળ મહેસાણાની નર્સ પણ ફરજ બજાવે છે. આ દરમ્યાન ડોક્ટર જયદીપ રાજપૂત શુક્રવારે અચાનક દારૂ પી નર્સના ઘેર પહોંચી ગયા હતા. જયાં આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતી કરી માર માર્યો હોવાની પોલીસ ફરીયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે.

મહિલા નર્સે માવસરી પોલીસ મથકે ડોક્ટર જયદીપ રાજપૂત અને હેમતભાઇ પીરાભાઇ રાજપૂત વિરૂધ્ધ છેડતી, બળજબરી, મારામારી, ધમકી અને ગાળાગાળી કરી હોવાની ફરીયાદ દાખલ કરાવી છે. ઘટનાને પગલે મહિલા અને પુરૂષ આરોગ્ય કર્મચારીઓમાં ચકચાર મચી જતા પંથકમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સમગ્ર મામલે વાવ THOએ ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યુ હતુ. જયારે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ વિગતો મળી હોવાનું કહી વધુ કહેવાનું ટાળ્યું હતુ.

છેલ્લા ઘણા સમયથી થતી હતી પરેશાની

સમગ્ર મામલે મહિલા નર્સે કેટલીક ચોંકાવનારી બાબતો અટલ સમાચાર ડોટ કોમને જણાવતા મામલો ગંભીર હોવાનું મનાય છે. જેમાં નર્સને ડોક્ટર જયદીપ રાજપૂત દ્વારા છેલ્લા ઘણા સમયથી પરેશાની હતી. જેથી તેમના અધિકારી ડોક્ટરને અવાર-નવાર જણાવવા છતાં સમાધાન થયુ નથી.

ડોકટર જયદીપ રાજપૂતે આક્ષેપો કહી નકાર્યુ

ફરીયાદની ઘટના સામે ડોકટર જયદીપ રાજપૂતે અટલ સમાચાર ડોટ કોમને જણાવ્યુ હતુ કે, આવી કોઇ ઘટના બની નથી માત્ર આક્ષેપો છે. જોકે પોલીસ તપાસમાં સહકાર આપી આગામી દિવસોમાં સત્ય બહાર આવશે તેવી આશા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code