આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

વાવ પંથકમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ સામે આવતાં અફરાતફરી મચી ગઇ છે. ચેપ અને સંક્રમણ રોકવા અજાણ્યા શખ્સોએ વાહનવ્યવહાર ઠપ્પ કરવા હાઇવે પર બાવળો ખડક્યા છે. આથી હાઇવે પર અવરજવર બંધ થતાં આવશ્યક સેવાઓની આપૂર્તિને અસર થઈ છે. ગામનાં રસ્તા સાથે હાઇવે પણ બંધ કરતાં કોતરવાડાથી વાવ સુધીનો માર્ગ કોરોના વાયરસને લીધે સ્થગિત થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ બે દર્દી સામે આવી ગયા છે. જેથી વાવ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું હોઈ કોઈ લોકોએ વાહનવ્યવહાર ઉપર મોટી બ્રેક કરી છે. કોતરવાડાથી નેસડી થઈને વાવ તરફ જતો રાજ્ય માર્ગ અટકાવી દીધો છે. સ્થાનિક વ્યક્તિઓએ હાઇવે ફફરાડી પુલ ઉતરતાં જ બાવળો ખડકી દીધા હોઇ સમગ્ર માર્ગ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં બીયોક, ધરાધરા, મોરિખા દેથળી, વાવડી વાવ, ઇશ્વરીયા અને જાનાવાડા સહિતના ગામોને મોટી અસર થઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઇવે બ્લોક થતાં આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ તેમજ દવાખાને જતાં દર્દીઓને મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. કોરોના વાયરસના મહા ભયંકર ફફડાટ એટલી હદે સામે આવ્યો કે અનેક ગામોને જોડતા આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ થયું છે. બાવળો નાખી રસ્તો બ્લોક કરવાનું કાર્ય સ્થાનિક સત્તામંડળ અને આર એન્ડ બી સાથે વિશ્વાસથી થયું કે કેમ ? તે સૌથી મોટો સવાલ બન્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code