આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી તસ્કરોનો આતંક વધી ગયો છે. વાવના એક કોમ્પ્લેક્ષમાં બે દુકાનોના તાળા તૂટ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને લઇ વેપારીઓના ટોળેટોળા કોમ્પલેક્ષ ખાતે ઉમટી પડ્યા હતા. ગત મોડીરાત્રિએ અજાણ્યા શખ્સોએ એક જ કોમ્પ્લેક્ષના બે દુકાનોના તાળા તોળી ચોરી કરી પલાયન થઇ ગયા હતા. વેપારીઓના મતે દુકાનોમાંથી લાખોની ચોરી થઇ હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા જીલ્લાના વાવમાં આવેલા ઠાકર કોમ્પ્લેક્ષમાં ગત મોડીરાત્રે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અજાણ્યા શખ્સોએ ઠાકર કોમ્પલેક્ષમાં આવેલ શિવ મોબાઇલ અને નાગણેશ્વરી મોબાઇલની દુકાનમાં ચોરી કરી પલાયન થઇ ગયા હતા. વહેલી સવારે દુકાન માલિકને ખબર પડતા તેઓ કોમ્પલેક્ષ દોડી ગયા હતા. જયાં તેમને વાવ પોલીસને પણ સમગ્ર બનાવની જાણ કરી હતી. દુકાનદારોના મતે તેમની દુકાનમાંથી લાખોની ચોરી થઇ હોવાનું મનાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code