બ્રેકિંગ@વાવ: આરોગ્યની ટીમને મળી ફેંકી દીધેલ દવા, જવાબદારી નક્કી થશે

અટલ સમાચાર, વાવ વાવ તાલુકાના એટા ગામે સરકારી દવાનો જથ્થો રસ્તામાં ફેંકી દીધેલા અહેવાલને પગલે આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી છે. જેમાં સરપંચે સ્થળ ઉપર લઇ જઇ દવાનો જથ્થો બતાવતાં ખળભળાટ મચી ગયો છે. તપાસ ટીમે દવાની વિગતો મેળવી હવે જવાબદારી નક્કી કરવા ઉપર સવાલ થઇ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એટા ગામે પેટા
 
બ્રેકિંગ@વાવ: આરોગ્યની ટીમને મળી ફેંકી દીધેલ દવા, જવાબદારી નક્કી થશે

અટલ સમાચાર, વાવ

વાવ તાલુકાના એટા ગામે સરકારી દવાનો જથ્થો રસ્તામાં ફેંકી દીધેલા અહેવાલને પગલે આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી છે. જેમાં સરપંચે સ્થળ ઉપર લઇ જઇ દવાનો જથ્થો બતાવતાં ખળભળાટ મચી ગયો છે. તપાસ ટીમે દવાની વિગતો મેળવી હવે જવાબદારી નક્કી કરવા ઉપર સવાલ થઇ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એટા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જ્યાં ગામના રસ્તે સરકારી દવા કચરાની માફક ફેંકી દેવાઇ હતી. અટલ સમાચારના અહેવાલને પગલે તાલુકા આરોગ્યની તપાસ માટે રવિવારે સવારે દોડી આવી છે. સરપંચ સહિતના ગામલોકો સાથે દવાનો જથ્થો કબજે લઇ હેલ્થ વર્કર આશાબેને જણાવ્યું હતું કે, દવા મળી આવી હવે આગળની તપાસ ચાલુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેંકી દેવાયેલ દવા બાળક કે ઢોર સુધી નહિ પહોંચતા ગામલોકોને રાહત મળી છે. જોકે સમગ્ર બાબતે હવે આરોગ્યની તપાસ ટીમ દ્વારા જવાબદારી નક્કી કરવાનો સવાલ ઉભો થયો છે. દવા કયા આરોગ્ય કેન્દ્રની છે, કેમ બહાર ફેંકી અને કોને ફેંકી તે સહિતના સવાલો ચર્ચાઇ રહ્યા છે.