બ્રેકિંગ@વિજાપુર: ખેડૂતોને પકડી પૈસા પડાવ્યા, પોલીસ વિરુદ્ધ ગંભીર રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા વિજાપુર પંથકમાં લોકડાઉન દરમ્યાન પોલીસે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જેના વિરુદ્ધ અત્યંત ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થઈ છે. ગામમાં ખાતર ભરતાં ખેડૂતોને પકડી વસઇ પોલીસે પૈસા પડાવ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ ડેપ્યુટી સરપંચે કરી છે. એસપી કચેરીને લેખિત રજૂઆત કરતાં પોલીસની ભૂમિકા સવાલો ઉભા કરી રહી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના
 
બ્રેકિંગ@વિજાપુર: ખેડૂતોને પકડી પૈસા પડાવ્યા, પોલીસ વિરુદ્ધ ગંભીર રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા

વિજાપુર પંથકમાં લોકડાઉન દરમ્યાન પોલીસે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જેના વિરુદ્ધ અત્યંત ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થઈ છે. ગામમાં ખાતર ભરતાં ખેડૂતોને પકડી વસઇ પોલીસે પૈસા પડાવ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ ડેપ્યુટી સરપંચે કરી છે. એસપી કચેરીને લેખિત રજૂઆત કરતાં પોલીસની ભૂમિકા સવાલો ઉભા કરી રહી છે.

બ્રેકિંગ@વિજાપુર: ખેડૂતોને પકડી પૈસા પડાવ્યા, પોલીસ વિરુદ્ધ ગંભીર રજૂઆત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગામોએ લોકડાઉનની અમલવારી તપાસવામાં આવી હતી. વસઈ પોલીસે ગત 7 એપ્રિલે વડાસણ અને આસોડા ગામે પહોંચી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. બંને ગામેથી કેટલાકની અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન આરોપીઓ માટે કેટલાક સ્થાનિકો પણ પોલીસ મથકે ગયા હતા. જ્યાં અનેક ચર્ચાઓ બાદ અટકાયત થયેલાને મુક્ત કર્યા બાદ ચોંકાવનારી રજૂઆત થઈ છે.

બ્રેકિંગ@વિજાપુર: ખેડૂતોને પકડી પૈસા પડાવ્યા, પોલીસ વિરુદ્ધ ગંભીર રજૂઆત

મહેસાણા એસપી કચેરીને કરેલી લેખિત રજૂઆતમાં વસઈ પોલીસે રૂ. 2,000 પડાવ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. રજૂઆત કરનાર ઉપસરપંચે વિગતો ટાંકીને બેથી ત્રણ પેજમાં લેખિત આપ્યું છે. જેમાં ચંન્દ્રકાન્ત શિવરામ રાવલ તેમના મજૂરો દ્વારા ખાતર ભરી રહ્યા હતા. આ દરમ્યાન દુકાન પાસેથી ખાતર લઈ રકમ આપતાં વસઈ પોલીસ આવી 144ની કલમ અંતર્ગત અનેકની અટકાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઘટનાની જાણ થતાં આસોડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જોષી પરેશ શાન્તીલાલ, આગેવાનો પ્રજાપતિ કાન્તિલાલ ભીખાભાઇ, ચિરાગ ચંદ્રકાન્ત રાવલ, પ્રજાપતિ રોહિત તેમજપૂજારી મહેન્દ્ર શંકરલાલ સહિતના વસઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ પછી રાત્રિના 10.45 વાગ્યે ખેડૂત અને મજૂરોને છોડાવવા મથામણ કરી હતી. આ સમયે વસઇ પોલીસ સ્ટેશનના કર્મચારીએ રૂ.2000ની લાંચ લીધી હતી એવું લખાણ આપ્યું છે. આ પ્રકારના શબ્દો સાથેની લેખિત ફરિયાદ ઉપસરપંચે આપ્યા બાદ જિલ્લા પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.

શું કહે છે વસઈ પોલીસ ??

આ અંગે વસઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.બી વાઘેલાએ જણાવ્યું હતું કે, કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓને ખુદ ઉપસરપંચની ગાડીમાં જ પોલીસ મથકે લાવ્યા હતા. એસપી કચેરીએથી ફોન આવ્યો હતો કે રજૂઆત થઈ છે. આથી અમે અમારી કાર્યવાહીની વિગતો જણાવીશું.