આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વિજયનગર 

સાબરકાંઠા જીલ્લામાં લાશો મળવાનો સિલસિલો યથાવત છે. આજે વિજયનગરમાંથી એક આશાસ્પદ કિશોરની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડ ઉપર લટકેલો મૃતદેહ મળી આવતા અનેક શંકા-કુશંકાઓ ઉપજી રહી છે. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વિજયનગરની આશ્રમશાળામાં ધોરણ 10માં ભણતાં કિશોરની લાશ મળી આવી છે. બાલભારતી ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના પ્રાંગણની દિવાલને અડકેલી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોના મતે વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે વારંવાર જીલ્લામાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતી લાશોને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code