આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

વડાલી શહેરમાં ઉત્તરાયણ પહેલા જ અકસ્માતની ઘટના સામે આવી છે. પોતાના ઘરના ધાબા પરથી પટકાતાં એક બાળકનું મોત થયુ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક પતંગ લેવા ધાબા પર ગયો હોવાથી પગ લપસી જતા નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતા પરિવાજનો સહિત સ્થાનિકો ઉમટી પડ્યા હતા. બાળકને તાત્કાલિક અસરથી સારવાર માટે ઇડર દવાખાને લઇ ગયા બાદ સારવાર દરમ્યાન તેનું કરૂણ મોત નિપજ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વડાલીમાં ધાબા પરથી પડી જવાથી એક બાળકનું મોત થયુ છે. વડાલી ગામે પંતગ લેવા ધાબા પર ગયેલા પવન સગર નામના બાળકનો પગ લપસી જવાથી તે નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારજનો સહિત લોકોએ તાત્કાલિક તેને ઇડર સારવાર અર્થે ખસેડ્યો હતો. સારવાર દરમ્યાન બાળકનું કરૂણ મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ છે. નોંધનિય છે કે, સાબરકાંઠા જીલ્લામાં ઉત્તરાયણ પહેલા પતંગના કારણે આ ત્રીજો અકસ્માત છે. આ પહેલા ખેડબ્રહ્મામાં પતંગની દોરીના કારણે બે લોકોને ગળા કપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code