બ્રેકિંગ@વારાહી: ભૂલકાઓના ઘરમાં હાથફેરો કરી ચોરીને અંજામ આપ્યો

અટલ સમાચાર, વારાહી સાંતલપુરના વારાહીની આંગણવાડીમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગતરાત્રિએ ચોરતત્વોએ આંગણવાડીને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો 14 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આજે સવારે આંગણવાડી આવેલા કાર્યકર બહેન તાળું તુટેલું જોતા ચોંકી ગયા હતા. સમગ્ર મામલે તેમને વારાહી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે
 
બ્રેકિંગ@વારાહી: ભૂલકાઓના ઘરમાં હાથફેરો કરી ચોરીને અંજામ આપ્યો

અટલ સમાચાર, વારાહી

સાંતલપુરના વારાહીની આંગણવાડીમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગતરાત્રિએ ચોરતત્વોએ આંગણવાડીને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો 14 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આજે સવારે આંગણવાડી આવેલા કાર્યકર બહેન તાળું તુટેલું જોતા ચોંકી ગયા હતા. સમગ્ર મામલે તેમને વારાહી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@વારાહી: ભૂલકાઓના ઘરમાં હાથફેરો કરી ચોરીને અંજામ આપ્યો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીમાં આંગણવાડીમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર રીતે આંગણવાડીનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ આંગણવાડીમાંથી એલઇડી કિ.5000, કલ્પતરૂ તેલના 3 ડબ્બા કિ. 4500 અને ઇન્ડિયન ગેસના બાટલા સગડી સાથે નંગ- 2 કિ. 500 સહિત કુલ 14,500નો મુદ્દામાલની ચોરી કરી તત્વો ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે.

બ્રેકિંગ@વારાહી: ભૂલકાઓના ઘરમાં હાથફેરો કરી ચોરીને અંજામ આપ્યો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાર્યકર રેખાબેન જીવાભાઇ નાઇ ગઇકાલ સાડા ત્રણ વાગ્યે આંગણવાડીને તાળુ મારી ઘરે ગયા હતા. જોકે આજે સવારે આંગણવાડી કેન્દ્રએ આવ્યા ત્યારે તાળું તુટેલું જોઇ ચોંકી ઉઠ્યા હતા. કાર્યકરે અંદર તપાસ કરતા ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તાત્કાલિક અસરથી વારાહી પોલીસ સ્ટેશને અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસીની કલમ 454, 457 અને 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.