બ્રેકિંગ@વારાહી: ઘટનામાં વળાંક, દફનાવેલ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ શરૂ

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ગામે જાહેરનામા ભંગના આરોપી પૈકી એકનું મોત થયું હતું. શંકાસ્પદ મોતની ચર્ચા સામે આવતાં અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં પોલીસ અને જિલ્લા તંત્રએ પારદર્શક વહીવટ આપવાના ભાગરૂપે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. જેમાં વિડીયોગ્રાફી સાથે દફનાવી દીધેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું
 
બ્રેકિંગ@વારાહી: ઘટનામાં વળાંક, દફનાવેલ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ શરૂ

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ગામે જાહેરનામા ભંગના આરોપી પૈકી એકનું મોત થયું હતું. શંકાસ્પદ મોતની ચર્ચા સામે આવતાં અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં પોલીસ અને જિલ્લા તંત્રએ પારદર્શક વહીવટ આપવાના ભાગરૂપે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. જેમાં વિડીયોગ્રાફી સાથે દફનાવી દીધેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની વારાહી પોલીસે ગત દિવસે લોકડાઉન ભંગ બદલ ગઢા ગામે કાર્યવાહી કરી હતી. જેમાં પાંચ યુવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ જામીન મળ્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં આરોપી મહેશ રાવળનું મોત નિપજ્યું હતું. જેમાં પોલીસે ડંડાવાળી કરી હોવાની ચર્ચા વચ્ચે ગામમાં યુવકનું મોત શંકાસ્પદ હોવાના સવાલો ઉભા થયા હતા. અહેવાલની જાણ એસપી અને કલેક્ટરને થતાં તપાસ શરૂ કરતાં ગઢા ગામે પોલીસ અને મામલતદાર પહોંચ્યા હતા. જેમાં મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર મામલે વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જયેશ પંચાલે જણાવ્યું હતું કે, મૃતક મહેશ રાવળનું પોસ્ટમોર્ટમ માટે પંચનામુ હમણાં જ મળ્યું છે. આ તરફ વારાહી પોલીસ, મામલતદાર અને મૃતકના પરિજનો સહિતના મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવા મથામણમાં લાગ્યા છે. ઘટનાને પગલે ગઢા, જારૂષા અને કોરડા ગામના કુલ 4 આરોપીઓ મોત પછીની વિગતો જાણી ચોંકી ગયા છે.