બ્રેકીંગ@અમદાવાદ: જુહાપુરામાં મેટ્રો મેન્સન ફ્લેટમાં લાગી ભીષણ આગ,40 વાહનો બળીને ખાખ

 
આગ

મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં આવેલા જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને 200 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. જો કે બેઝમેન્ટમાં રહેલા 40 વાહનો પણ બળીને ખાખ થઇ ગયા છે.

 

અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે.મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી. જે પછી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આગના બનાવને લઇને ફ્લેટમાં દોડધામ મચી ગઇ હતી.આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક ત્રણ રિક્ષા પૈકી 40 વાહનો બળીને ખાખ થઇ ગયા છે.હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જોકે આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.