બ્રેકિંગ@અમદાવાદ: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રુપાણીનું નિધન, રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.અમદાવાદ એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતુ. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ હતું. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી.
રહેણાંક વિસ્તારમાં એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ હતુ. અમદાવાદનું એર ઈન્ડીયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ ક્રેશ થયું હોવાનું DGCA જણાવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા. પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે.