બ્રેકીંગ@અમદાવાદ: પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા,વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ તથા નિરીક્ષણ કરશે

 
Pm મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ આગમન થઇ ગયુ છે. તેઓ આજ રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે પહોંચશે. જ્યાં વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કરશે.

અહીંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે આજે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. પીએમ નરેન્દ્ર મોદી આશ્રમ ભુમી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે. આ સાથે સાબરમતી આશ્રમના રિ ડેવપલ પ્લાન નિહાળશે. પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમા પર સુતર આંટી ચઢાવી નમન કરશે. પીએમ મોદી ગાંધી આશ્રમ પીપળાને રોપશે. ત્યારબાદ તેઓ બપોરે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન 'ભારત શક્તિ'નાં સાક્ષી બનશે.

આજે 12મી માર્ચ દાંડીકૂચ દિવસ છે. સવારે જ તેઓ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સાબરમતી ડી કેબીન ખાતે પહોંચશે. જ્યાં વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરીને નિરીક્ષણ કરશે. અહીંથી જ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.