બ્રેકીંગ@અમદાવાદ: રાહુલ ગાંધીના ભાજપ પર પ્રચંડ પ્રહાર, 'કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું'

 
રાહુલ ગાંધી
 કાર્યકરોને કસ્ટડીમાં લીધા હોવાથી રાહુલ ગાંધી તેમને મળી શકશે નહી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. અમે 2017માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે.તેઓએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. તેમણે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી.

રાહુલ ગાંધીએ રામમંદિર મુદ્દે કહ્યું કે રામમંદિરના ઉદઘાટન સમયે પણ કોઈ ગરીબ દેખાયું નહોતું. ફક્ત ધનિકો અને સેલિબ્રિટીઓની લાંબી લાંબી લાઈનો દેખાઈ રહી હતી. અયોધ્યામાં ભાજપની નીતિ નિષ્ફળ રહી અને આ કારણે જ ભાજપ અયોધ્યામાં હાર્યો. ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છતાં I.N.D.I.A. ગઠબંધન અયોધ્યામાં જીતી ગયું.  રાહુલે મોદીને પડકારતાં કહ્યું કે ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમારા નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવશે. તે રાજ્ય કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે અને તેમની સાથે વાતચીત કરશે.