બ્રેકીંગ@ભાવનગર: CMના કાર્યક્રમમાં કોર્પોરેટરોને અટકાવતા મેયર અને પોલીસ વચ્ચે થઈ બોલાચાલી

 
ભાવનગર

બાદમાં મેયર હોવાની જાણ થતાં જ મહિલા પોલીસકર્મી ઢીલા પડ્યાં હતાં.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે મુખ્યમંત્રીએ 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમનું ભાવનગરમાં આગમન થાય તે પહેલાં જ કાર્યક્રમ સ્થળે મેયર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાવનગરના ચૂંટાયેલા કોર્પોરેટરને મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે પ્રવેશ નહીં આપવા દેવાતા મહિલા પોલીસ કર્મી સાથે થોડીવાર માટે બોલાચાલી થઈ હતી.મુખ્યમંત્રી 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ભાવનગરમાં પધાર્યા હતાં.

તેમનું આગમન થાય એ પહેલાં ભાવનગરના ચૂંટાયેલા કોર્પોરેટરોને શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલા યશવંતરાય નાટ્ય ગ્રુપમાં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જોકે, પ્રોટોકોલ પ્રમાણે તમામની ચેંકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવતો હોય છે, જેમાં કેટલાક ચેકિંગ કર્યા વગર જ અંદર જતા સીએમના સિક્યોરિટી અને ભાજપના પ્રમુખ વચ્ચે ચકમક થઈ હતી.

પોલીસકર્મીઓ જ્યારે લોકોની એન્ટ્રી કરાવી રહ્યા હતા ત્યારે પ્રોટોકોલ મુજબ તમામને ચેક કરતા હતા. એ વખતે ચિત્રા ફુલસર વોર્ડનાં કોર્પોરેટર હીરાબેન કુકડિયાને મહિલા પોલીસ ચેક કરતાં હતાં, જોકે એ વખતે મેયર ભરત બારડ ત્યાં આવી પહોંચ્યા હતા અને જવા દેવાનું કહેતાં જ મહિલા પોલીસકર્મી મેયરને કહેવા લાગ્યા કે, ચેક તો કરવા દો, શું નઈ ચેક કરાવાનું? તો બીજી તરફ મેયરે કહ્યું, આ વાત સીએમને કહેવી પડશે. આ વચ્ચે મહિલા પોલીસને મેયર ભરત બારડ હોવાની જાણ થતાં જ તેઓ થોડાં ઢીલાં પડ્યાં હતાં.