બ્રેકીંગ@બોટાદ: ભાજપ મહામંત્રીએ ચાલુ ભાષણમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં આપ્યું રાજીનામું

 
રૂપાળા વિરોધ

વિવાદનો ઉકેલ લાવવા ગુજરાતના સાધુ સંતો દ્વારા અપીલ કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને કારણે ભાજપમાં જોયા જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ભાજપના એક નેતાએ ચાલુ ભાષણ આપતાં આપતાં વચ્ચેથી અચાનક પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. બોટાદમાં 'મોદી પરિવાર સભા' માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું છે. ત્યારે આ કિસ્સા હવે ચર્ચા જગાવી રહી છે.પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે.

ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાના નિવેદન મામલે બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપ્યું. બોટાદના પાળીયાદ ખાતે મોદી પરિવાર સભામાં જાહેર કાર્યક્રમ દરમ્યાન વિજય ખાચરે ભાષણ વચ્ચે પોતાનું રાજીનામું આપ્યુ હતું. સાથે જ રૂપાલાના નિવેદન મામલે મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી પણ કાર્યક્રમ અંતર્ગત કરી જાહેરમાં રજૂઆત કરી હતી. પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા ગુજરાતના સાધુ સંતો દ્વારા અપીલ કરાઈ છે. મહંત દિલીપદાસજી મહારાજ અને અવિચલદાસજીએ નિરાકરણ લાવવા અપીલ કરી છે. ચર્ચાથી ઉકેલ લાવવાનું દિલીપદાસજી મહારાજે સૂચન કર્યું.