બ્રેકિંગ@દિલ્હી: કેજરીવાલને મળ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, સુપ્રીમકોર્ટ નો આદેશ

 
કેજરીવાલ
ઇડી અને કેજરીવાલના વકીલ વચ્ચે લાંબા સમય સુધી દલીલો ચાલી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. જોકે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે 'કોઈપણ નેતાને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી, પછી ભલે તે ચૂંટણી લડતા ના હોય.' એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.

રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, "ગઈકાલે EDએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું અને કહ્યું કે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા જોઈએ કારણ કે પ્રચારનો અધિકાર એ કાયદાકીય અધિકાર છે, બંધારણીય અધિકાર નથી. આ સાચું છે. પરંતુ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો કોઈને સજા થઈ હોય અને કોર્ટ કહે કે તેઓ સજા પર સ્ટે મૂકી રહ્યા છે તો તે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે છે.

હાર્દિક પટેલ ચૂંટણી લડ્યા અને ભાજપમાં જોડાયા, જેની સામે તમારી પાસે પુરાવા અને ખાતરી છે, જો કોર્ટ તેના પર પ્રતિબંધ મૂકે તો તેને  અધિકાર છે. પરંતુ જે વ્યક્તિ માત્ર આરોપી હોય તેને સ્ટે આપી શકાય નહીં. ED કેવું રાજકારણ કરી રહી છે? સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમકોર્ટમાં લાંબા સમય સુધી દલીલો ચાલી હતી. અગાઉ સુપ્રીમકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખી 10 મેના રોજ સુનાવણી નક્કી કરી હતી આજે આખરે ચુકાદો આપી દીધો.