બ્રેકીંગ@દિલ્હી: અરવિંદ કેજરીવાલને એક બાદ એક મોટા ઝટકા, મંત્રી રાજકુમાર આંનદે આપ્યું રાજીનામું

 
મંત્રી
તાજેતરમાં જ EDએ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક બાદ એક મોટા ઝટકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું હતુંઆ દરમિયાન રાજકુમારે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચાર અને પાર્ટીમાં દલિતોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે.

તેમણે કહ્યું કે હું આ પાર્ટી, સરકાર અને મંત્રી પદ પરથી રાજીનામું આપું છું. કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ ભ્રષ્ટાચાર સાથે જોડાય. તમને જણાવી દઈએ કે તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તાજેતરમાં જ EDએ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં EDની ટીમ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. EDએ તેના સાથે સંબંધિત એક ડઝનથી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી.