બ્રેકીંગ@દેશ: નડાબેટને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને મળશે ચોથી વંદે ભારત ટ્રેન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલ રણ વિસ્તાર નડાબેટને આજે 100 નવી એસટી બસોની ભેટ મળવાની છે. આજે 100 બસોનું લોકાર્પણ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલ સહિત અન્ય અગ્રણી નેતા, અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકો આ લોકાર્પણ સમારંભમાં હાજર રહેશે.
ભારત- પાકિસ્તાનની બોર્ડર પર આવેલા નડાબેટ ખાતે આજે નવીન 100 બસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નવી 100 બસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ પરબત પટેલ સહિત અન્ય અગ્રણી નેતા, અધિકારીઓ હાજર રહેશે. જણાવી દઈએ કે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા અને જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર દ્વારા નડાબેટ ખાતે નવી 100 બસોની ભેટ આપવામાં આવી છે.નડાબેટ બાદ છોટાઉદેપુરના બોડેલી ખાતે બસ ડેપોના વર્કશોપનું પણ ઉદઘાટન કરાશે.
આજે અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. આ વંદે ભારત ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. માહિતી મુજબ, 12 માર્ચથી વંદે ભારત ટ્રેનની સુવિધાનો પ્રારંભ થશે. ટ્રેન સવારે 6.10 કલાકે શરૂ થશે 11.35 મુંબઈ પહોંચશે. આ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપશે