બ્રેકીંગ@દેશ: ભાજપ નેતા દ્વારા વાસણ ગામમાં મતદાન બંધ કરાવાયું, શક્તિસિંહ ગોહિલે કર્યો આક્ષેપ

 
શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસે ચુંટણી પંચને અમદાવાદના એક બુથ પર ગેરરીતિ થયા અંગે પત્ર લખી ફરિયાદ કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સવાર 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 30.27 ટકા મતદાન સાથે બનાસકાંઠામા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તો 19.83 ટકા મતદાન સાથે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયો છે.

વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો છે. આ અંગે તેમણે કહ્યું કે, વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ દ્વારા વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે. પોલીસ એજન્ટ દ્વારા ભાજપના સિમ્બોલ વાળી પેનના‌ ઉપયોગ સામે શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે. તમામ બુથો ઉપર ભાજપના એજન્ડો દ્વારા આ પ્રકારે કરપ પ્રેક્ટિસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો. આ સાથે જ શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપની માન્યતા રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા કોલિંગ એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ. કોંગ્રેસે ચુંટણી પંચને અમદાવાદના એક બુથ પર ગેરરીતિ થયા અંગે પત્ર લખી ફરિયાદ કરી છે. પત્રમાં મણિનગરના બુથ નંબર 231 અને 232 ગેરરીરિત અંગે ફરિયાદ કરાઈ છે.