બ્રેકિંગ@ગુજરાત: અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
Ahmedabad Police Commissioner G. S. Malik becomes the new DGP of the state
ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર (CP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા એટલે કે DGP (Director General and Inspector General of Police) તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર 6 જૂન 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતેથી ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પાડવામાં આવ્યું છે.
ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પહેલા એલ.એન.રાવ જવાબદારી સંભાળી રહ્યા હતા.

