બ્રેકિંગ@ગુજરાત: વિધાનસભાના બજેટ સત્રમાં વિવાદ, કોંગ્રેસના તમામ ધારાસભ્યો ને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા

 
ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિવાદ થયો હતો તેથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી

વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો. આ મુદ્દાને લઇને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગઇ હતી જે બાદ હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આજના દિવસ માટે પણ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટા ઉદેપુર નકલી કચેરી કાંડનો મુદ્દો ગૂંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઇને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. સરકારે નકલી કચેરી કાંડ અંગે જવાબ આપતા કહ્યુ કે, નકલી કચેરીઓ ઝડપાઇ તેની જાણ થતા જ કાર્યવાહી કરવામાં આવી છે, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.