બ્રેકીંગ@ગુજરાત: ભાવનગર શહેરના વેલેન્ટાઈન સર્કલ પાસે રૂપાલાના વિરોધમાં કર્યું પુતળા દહન

 
પૂતળા દહન

પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા યુવાનો ફરાર થઈ ગયા હોવાનુ જાણવા મળ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

​​​​​​

ભાજપના નેતા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ભાવનગર શહેરના વેલેન્ટાઈન સર્કલ ખાતે ક્ષત્રિય સમાજના લોકોએ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત રૂપાલા અને ભાજપના નેતૃત્વ કરતાઓને વિવેક બુધ્ધિ આપે તે માટે મહાઆરતીમાં પ્રાર્થના કરાઈ હતી. શહેરના વાઘાવાડી રોડ પર આવેલ વેલેન્ટાઈન સર્કલ પાસે સાંજના સમયે ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના યુવાનોએ પુતળા દહન કર્યુ હતું.

પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા આ યુવાનો ફરાર થઈ ગયા હોવાનુ જાણવા મળેલ છે.આ ઉપરાંત શહેરના નવાપરામાં આવેલ ગરાસીયા બોર્ડીંગ ખાતે રામનવમીના પવિત્ર દિવસે મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં રૂપાલા અને ભાજપમાં નેતૃત્વ કરતા લોકોને વિવેક બુધ્ધિ આપે તેમજ યોગ્ય નિર્ણય લેવડાવે તેવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસો પૂર્વે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી. ભાજપે હજુ તેમની ટિકિટ રદ કરી નથી તેથી સતત વિરોધ વધી રહ્યો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.