બ્રેકીંગ@ગુજરાત: શહેરમાં ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે,જે પ્રતિ સ્ક્વેર મીટર જગ્યાનુ ભાડુ વસૂલ કરશે.

 
એલાક્ટ્રિક મશીન

દર વર્ષે જગ્યાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા તેમજ ઈલેક્ટ્રિક વાહનનો વપરાશ વધારવા શહેરમાં વધુ 81 સ્થળે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ બેઝ ઉપર ચાર્જિંગ સ્ટેશન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન જંત્રી મુજબ પ્રતિ સ્ક્વેર મીટર જગ્યાનુ ભાડુ વસૂલ કરશે.દર વર્ષે જગ્યાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવશે.

ઈલેકટ્રિક વ્હીકલ પોલીસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉં બાર જેટલા અલગ અલગ સ્થળે ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. આ સ્ટેશન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ અંતર્ગત બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા માટે પ્રવર્તમાન જંત્રીના દર મુજબ પ્રતિ સ્કેવર મીટર પાંચ ટકાના દરથી જગ્યાનું ભાડુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વસૂલવામાં આવશે જે રકમ એડવાન્સમાં આપવાની રહેશે.