બ્રેકીંગ@ગુજરાત: AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ, સુનિતા કેજરીવાલનો પણ સમાવેશ

 
Kejrival
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે.દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા સીએમ અરવિંદ કેજરીવાલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.

આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન, AAP નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ લિસ્ટમાં સામેલ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ પણ સામેલ છે. મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન ઉપરાંત સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના નામ સામેલ છે. આ યાદીમાં દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયનું નામ પણ સામેલ છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય રાઘવ ચઢ્ઢા, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન, અમન અરોરાના નામ પણ આ યાદીમાં છે. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. 15 દિવસની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ આજે તિહાર જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.