બ્રેકીંગ@ગુજરાત: રેલવેના લઘુત્તમ ભાડામાં ત્રણ ગણો ઘટાડો, મુસાફરોને મોટી રાહત

 
રેલવે

રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે લઘુત્તમ ટ્રેનનું ભાડું એક તૃતિયાંશ કરી દીધું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટ્રેન દ્વારા રોજનું અપડાઉન કરતા મુસાફરો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. દેશનું રેલ્વે મંત્રાલય મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહ્યું છે, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી ફેરફારો કર્યા છે. જેના કારણે મુસાફરોને ઘણી નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.રેલ્વે બોર્ડે રેલ ભાડામાં ઘટાડો કરીને રોજિંદા મુસાફરોને મોટી રાહત આપી છે.

ગુજરાતમાં રોજનો અપડાઉનનો વર્ગ મોટો છે. જેઓ મુસાફરી માટે ટ્રેનનો જ ઉપયોગ કરે છે. એ સસ્તી પડવાની સાથે ઓછા સમયમાં પહોંચાડતી હોવાથી એ લોકોની મનપસંદ મુસાફરીનું માધ્યમ છે. વર્ષ 2020માં કોરોના રોગચાળા પહેલાં ટ્રેનનું ન્યૂનતમ ભાડું 10 રૂપિયા હતું. કોરોના પછી, જ્યારે ટ્રેનોનું સંચાલન શરૂ થયું, ત્યારે તે વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું. ભાડામાં વધારાને કારણે લોકોએ પહેલાં કરતા ત્રણ ગણી રકમ ચૂકવવી પડી હતી. સરકારે એ સમયે રેલવેમાં લોકો ઓછી મુસાફરી કરે એ માટે ભાડામાં ત્રણ ગણો વધારો કરી દેવાયો હતો. હવે એ ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે.