બ્રેકીંગ@જૂનાગઢ: શિવરાત્રીના મેળામાં STની 285 બસો દોડાવાશે, એનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે

 
શિવરાત્રી મેલો જૂનાગઢ

જુનાગઢના ભવનાથ તળેટીમાં તારીખ 5 માર્ચ થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુનાગઢ શહેરના ભવનાથ તળેટીમાં દરવર્ષે યોજાતા શિવરાત્રીના મેળાને હવે ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં આવશે. જ્યારે 75 જેટલી મીની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય બસો અમરેલી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે. શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યા 40 ટકા વધી શકે છે. ગુજરાત એસટી નિગમ સૂત્રોએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે, જેમાં કુલ 285 જેટલી એસટી બસો મૂકવામાં આવશે.

રાજકોટ અમરેલી, સુરત, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના આસપાસના શહેરોમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. અમદાવાદથી પણ જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.