બ્રેકિંગ@ઉ.ગુ.: 3 ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ, અમલ મુંઝાવનારો

અટલ સમાચાર,મહેસાણા રાજ્યમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવા માટે અને તેની સાથે સંકળાયેલી બાબતો માટે ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-1959 અમલમાં છે. જેને ધ્યાને લઇ સરકારે પરિપત્ર કરી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાના ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ લાગુ કર્યો છે. જેને લઇ અમલ મુંઝાવનારો હોવાનું સામે આવ્યુ છે. મોટેભાગે અનાથ બાળકો, દિવ્યાંગો અને ધાર્મિક ભાવના ધરાવતા
 
બ્રેકિંગ@ઉ.ગુ.: 3 ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ, અમલ મુંઝાવનારો

અટલ સમાચાર,મહેસાણા

રાજ્યમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવા માટે અને તેની સાથે સંકળાયેલી બાબતો માટે ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-1959 અમલમાં છે. જેને ધ્યાને લઇ સરકારે પરિપત્ર કરી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાના ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ લાગુ કર્યો છે. જેને લઇ અમલ મુંઝાવનારો હોવાનું સામે આવ્યુ છે. મોટેભાગે અનાથ બાળકો, દિવ્યાંગો અને ધાર્મિક ભાવના ધરાવતા ભિક્ષાવૃત્તિ સાથે અવાર-નવાર સામે આવતા હોઇ તંત્રના અમલની ગતિવિધિ મહત્વની બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાના ત્રણ ધાર્મિક સ્થળો ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ હેઠળ મુકાયા છે. જેમાં મહેસાણા જીલ્લાના બેચરાજી, પાટણ જીલ્લાના સિધ્ધપુર અને અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે ગત 10 જાન્યુઆરીથી ભિક્ષા પ્રતિબંધક અધિનિયમની કડક અમલવારી કરાવવા આદેશ થયો છે. આથી આ ત્રણેય સ્થળોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભિક્ષુકોની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ થઇ ગયો છે. જેના અમલ માટે સમાજ કલ્યાણ અધિકારી સહિતના અધિકારીઓને પરિપત્ર મારફત જણાવાયું છે.

બ્રેકિંગ@ઉ.ગુ.: 3 ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ ઉપર પ્રતિબંધ, અમલ મુંઝાવનારો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેચરાજી, સિધ્ધપુર અને શામળાજી ધાર્મિક સ્થળ હોવાથી પ્રવાસીઓ અને વિદેશીઓનું આગમન રહે છે. આથી ભિક્ષાવૃત્તિને કારણે કાયદાનું ઉલ્લંઘન થવા સાથે સામાજીક, આર્થિક અને વહીવટી રીતે અનેક સવાલો ઉભા થતાં હોઇ પરિપત્ર દ્રારા સરકારે આદેશ કર્યો છે. જોકે ભિક્ષાવૃત્તિ 24 કલાક અને સદંતર અટકાવવા પુરતી મશીનરી અને કેવી રીતે અમલ થશે ? તે સવાલો સાથે આગામી પરિસ્થિતિ અત્યંત મહત્વની બની શકે છે.