બ્રેકીંગ@નવીદિલ્હી: કેન્દ્રસરકાર મારા સહિત 4 નેતાઓની ઇડી દ્વારા ધરપકડ કરાવી શકે છે, આતિશીનો આરોપ

 
આતીશી

તપાસમાં આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામે આવ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ, આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં ઇડી દ્વારા તેમના સહિત પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરી શકે છે, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા પણ તેમાં સામેલ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દારૂ નીતિ કૌભાંડમાં સુનાવણી દરમિયાન ગઈ કાલે તપાસમાં આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામે આવ્યું હતું.ઇડી એ કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસનો આરોપી વિજય નાયર, આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. મુખ્યમંત્રી કેજરીવાલે પૂછપરછ દરમિયાન ઇડી ને આ વાત કહી છે. આતિશીએ બીજો આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટીએ તેમના નજીકના વ્યક્તિ દ્વારા તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે. આમ કરીને તેમને કાર્યવાહીથી બચાવવાની ખાતરી પણ આપવામાં આવી છે.