બ્રેકિંગ@પાલનપુર: બેનામી સંપત્તિ આરોપી ઇજનેરના આગોતરા જામીન નામંજૂર

અટલ સમાચાર,પાલનપુર પાલનપુરમાં ગત દિવસોએ સિપુ ડેમના ઇજનેર સરકારી કામનો ઠેકો મેળવનાર પાસેથી 2 ટકા લેખે 15,000 લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ દરમ્યાન પાલનપુર ACB પીઆઇ એચ.એસ.આચાર્યએ તપાસ શરૂ કરતાં આરોપી પાસે આવક કરતાં મિલ્કત કરતાં 57.99 ટકા વધુ મિલ્કત હોવાનું સામે આવતાં અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ પાટણ ACB પીઆઇ
 
બ્રેકિંગ@પાલનપુર: બેનામી સંપત્તિ આરોપી ઇજનેરના આગોતરા જામીન નામંજૂર

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુરમાં ગત દિવસોએ સિપુ ડેમના ઇજનેર સરકારી કામનો ઠેકો મેળવનાર પાસેથી 2 ટકા લેખે 15,000 લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ દરમ્યાન પાલનપુર ACB પીઆઇ એચ.એસ.આચાર્યએ તપાસ શરૂ કરતાં આરોપી પાસે આવક કરતાં મિલ્કત કરતાં 57.99 ટકા વધુ મિલ્કત હોવાનું સામે આવતાં અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ પાટણ ACB પીઆઇ જે.પી.સોલંકીને સોંપવામાં આવ્યા બાદ પાલનપુર સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: બેનામી સંપત્તિ આરોપી ઇજનેરના આગોતરા જામીન નામંજૂર

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગત દિવસોએ સિંચાઇ ભવનમાં ACBની સફળ ટ્રેપને પગલે હડકંપ મચી ગયો હતો. વસંતભાઈ તળશીભાઈ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર વર્ગ 2, સીપુ યોજના, વિભાગ પાલનપુરનાએ સિંચાઇ વિભાગનું કોન્ટ્રાક્ટરને 12 લાખનું કામ આપ્યુ હતુ. જેમાં ઇજનેર ચૌહાણે 2 ટકા લેખે લાંચની માંગ કરી હતી. જોકે ભારે ખેંચતાણને અંતે ઉચ્ચક 15,000 લાંચ તરીકે લેવાનું સ્વિકાર્યુ હતુ. આ દરમ્યાન તપાસને અંતે તેમની સામે કાયદેસરની ફરજ દરમ્યાન 53,19,390ની અપ્રમાણસર મિલ્કતનો પણ ગુનો ACB પોલીસ સ્ટે.ગુ.ર.નં.11/2020થી નોંધાયો હતો. જેની તપાસ પાટણ ACB પીઆઇ જે.પી.સોલંકીને સોંપવામાં આવી હતી.

બ્રેકિંગ@પાલનપુર: બેનામી સંપત્તિ આરોપી ઇજનેરના આગોતરા જામીન નામંજૂર

આ દરમ્યાન આરોપી વસંતકુમારે પાલનપુર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ 10 વર્ષના ગાળામાં પોતાની આવક કરતાં 57.99 ટકા વધુ સંપત્તિ પોતાના તથા આશ્રિતોના નામે વસાવેલ તેમજ ખર્ચ કરેલ છે. જે અંગેના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરતાં અને ફરજ દરમ્યાન ટુંકા ગાળામાં ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચારને લગતો બીજો ગુનો નોંધાયેલ હોવાથી આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો ભ્રષ્ટ સરકારી-અધિકારીને કાયદાનો ડર રહેશે નહી. જે અંગેની દલીલો આધારે સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.