બ્રેકીંગ@પાટણ: જનતા હોસ્પિટલ સામેના કેશવલાલ સેન્ટરના ત્રીજા માળે સોલાર પ્લાન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી

 
આગ નો બનાવ

સોલાર પ્લાન્ટ સહિત અન્ય વસ્તુઓ બળી જતાં મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણમાં આવેલી જનતા હોસ્પિટલ નજીક આવેલા કેશવલાલ સેન્ટર નામના માર્કેટના ત્રીજા માળે સોલાર પ્લાન્ટ મા કોઈ કારણસર આગ લાગતાં અને આગની જ્વાળાઓ બાજુમાં રહેલ સ્ટોર રૂમમાં પડેલ પુઠા અને થરમોકોલ વેસ્ટ કચરામાં અડકતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી જવા પામી હતી.

આગને કાબૂમાં લેવા માટે માર્કેટના ફાયર સેફ્ટી વડે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આગની વિકરાળતા સામે ફાયર સેફટી ના સાધનો પણ કામ ના લાગતા આખરે પાટણ પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી અડધો કલાકની મહામુસીબતે આગ પર કાબુ મેળવતા માર્કેટના વેપારીઓ સહિતનાઓએ રાહત અનુભવી હતી.

ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવલાલ સેન્ટર ના ત્રીજા માળે ધાબા પર લગાવેલી પ્લાન્ટમાં અગમ્ય કારણોસર આજે બપોરે કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સોલાર પ્લાન્ટમાં લાગેલી આગની જ્વાળાઓ બાજુમાં આવેલા સ્ટોર રૂમમાં પડેલ પૂઠા અને થરમોકોલ ના વેસ્ટ કચરામાં હડકતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને પાટણ પાલિકાની ફાયર વિભાગની ટીમે અડધો કલાકની ભારે જહેમત બાદ મહામુસીબતે કાબુમાં લેતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી જોકે આ આગના બનાવમાં સોલાર પ્લાન્ટ સહિત અન્ય વસ્તુઓ બળી જતાં મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.