બ્રેકીંગ@પોરબંદર: છ પાકિસ્તાની નાગરિકો મોટી માત્રામાં ડ્રગ્સ સાથે ઝડપાયા,480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

 
પોરબંદર

11 માર્ચ 2024ના રોજ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંયુક્ત ઓપરેશનમાં છ પાકિસ્તાની નાગરિકો મોટી માત્રામાં ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ ઓપરેશન ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCB દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ધરપકડ કરાયેલા પાકિસ્તાનીઓ પાસેથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.પોરબંદરથી અરબી સમુદ્રમાં 350 કિલોમીટર દૂર સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતીય કોસ્ટગાર્ડ,એનસીબી તથા એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રૂપિયા 480 કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી હતી. સાથે જ પાકિસ્તાની બોટમાં સવાર 6 ક્રુ મેમ્બરને પણ ઝડપી લેવાયા હતા. 11 માર્ચ 2024ના રોજ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો હતો. છેલ્લા એક મહિનામાં અરબી સમુદ્રમાં એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ બીજું મોટું એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન છે.

26 ફેબ્રુઆરીના રોજ પોરબંદરના દરિયાકાંઠેથી પાંચ વિદેશી નાગરિકો 3,300 કિલોગ્રામના નશીલા પદાર્થો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં કોસ્ટ ગાર્ડ, ATS ગુજરાત અને NCB સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી આ દસમી ધરપકડ છે. આ ઓપરેશન્સ હેઠળ 3,135 કરોડ રૂપિયાની કિંમતનો 517 કિલો માદક પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો છે.